હળવદ : હળવદ શહેરની સરા ચોકડી નજીક જીજે - 13 - સીસી - 9420 નંબરના ટ્રેકટર ચાલકે જીજે - 36 - પી - 1222 નંબરના બાઈકને હડફેટે લેતા બાઈક પાછળ બેઠેલા ખુશાલ ઘનશ્યામપુર ગામના ભાવેશભાઈ જોશી ઉપર ટ્રેક્ટરનું વ્હીલ ચડાવી દેતા ખુશાલનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતા ભાવેશભાઈ લાભશંકરભાઈ જોશીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.