મોરબી : મોરબીમાં લખધીરપુર રોડ પાસે બાઇક ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બાઇકના માલિકે પોલીસ મથકે ફરિયાદ નોંધતા પોલીસે તપાસ આદરી છે. બનાવની વિગત બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળેલ કે, કિશનપાલસિંઘ નથુસિંઘ કુંભાર રહે. લખધીરપુર રોડના નાકે, સીરામીક પ્લાઝા 2 સામે, જય માતાજી નર્સરી વાળાના ઘરની બહાર મો.સા. હીરો સ્પ્લેન્ડર રજી. નં. GJ03KR3725 જેના એન્જીન નં. HA10A9532585 તથા ચેસીસ નં. MBLHAR068J509742 મોડેલ 2018 પાર્ક કરેલ હતું. પરંતુ રાત્રિ દરમ્યાન કોઈ અજાણ્યું શખ્સ ચોરી ગયેલ છે. મોરબી બી ડિવિઝને બનાવની ફરિયાદ નોંધીને ચોરને પકડવા તપાસ હાથ ઘરેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..