મોરબીના લખધીરપુર રોડ ઉપરની ઘટના મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર ટ્રક ટ્રેલરના ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રેલર ચાલક નાસી છૂટ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર કોરલ ગોલ્ડ સીરામીક સામે અજાણ્યા ટ્રક ટેઇલરના ચાલકે સામેથી આવતા હિરો સ્પલેન્ડર પ્લસ મો.સા. નંબર GJ.36.N. 1180 ને હડફેટે લઇ બાઇક ચાલક વિજયભાઇને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોચાડતા મોત નીપજ્યું હતું. ઘટના બાદ ટ્રક ટ્રેલર ચાલક નાસી છૂટ્યો હતો. આ અકસ્માત અંગે રાજભાઇ પીયુશભાઇ ઉર્ફે ખારો કુવરીયા (રહે.હાઉસીંગ બોર્ડ, રૂચીકેશ સ્કૃલની પાછળ, અરીહત નગર, મોરબી) એ અજાણ્યા ટ્રક ટેઇલરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રેલર ચાલકની ભાળ મેળવવા કાર્યવાહી શરૂ કરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..