મોરબી : મોરબી - કચ્છ હાઇવે ઉપર માળીયા તાલુકાના ખીરઇ ગામના પાટિયા નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.6 ઓગસ્ટના રોજ મોરબી - કચ્છ હાઇવે ઉપર માળીયા તાલુકાના ખીરઇ ગામના પાટિયા નજીક ટ્રક નંબર જીજે-12-એયુ-6269ના ચાલકે બાઈક લઈને જઈ રહેલા વીર વીદરકા ગામના લાલદાસ મનસુખભાઇ વૈષ્ણવ નામના યુવાનને હડફેટે લઈ અકસ્માત સર્જતાં તેઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા અકસ્માતની ઘટના અંગે ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી.