હળવદ : હળવદ - ધ્રાંગધ્રા હાઇવે ઉપર શક્તિનગર નજીક બાઈક લઈને જઈ રહેલા સુકેશભાઇ સુખરામભાઇ રાઠવા રહે.હાલ નાગજીભાઇ બેચરભાઇ કલોત્રા રબારી રહે સુખપર વાળાની વાડીએ, મૂળ રહે.નારુકોટ હોળી ફળીયુ,તા. કવાટ, જી. છોટાઉદેપુર વાળાને જીજે-12-એટી-8556 નંબરના ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા સુકેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને હાથના ભાગે છોલછાલ જેવી ઈજાઓ પહોંચાડી ટ્રક ચાલક નાસી જતા હળવદ પોલીસ મથકમાં ભોગ બનનારના પત્ની ગીતાબેન સુકેશભાઇ રાઠવાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ટ્રક ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.