મોરબી : માળીયા મિયાણા - હળવદ હાઇવે ઉપર વાધરવા ગામની સામે હાઇવે ક્રોસ કરી રહેલા બાઈક ચાલકને પુરપાટ ઝડપે આવતી ક્રેટા કારના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા - હળવદ હાઇવે ઉપર બાઈક લઈને જઈ રહેલા કુંતાસી ગામના નરેશભાઈ લખમણભાઈ ભંગેરીયા ઉ.28 વાધરવા ગામ પાસે રોડ ક્રોસ કરવા જતા પાછળથી જીજે - 18 - ઇએ - 4711 નંબરની ક્રેટા કારના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા નરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે મૃતકના નાના ભાઈ સુરેશભાઈએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ક્રેટા કારના ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી છે.