મોરબી : હળવદ તાલુકાના સમલી ગામે રહેતા મૂળ મહેસાણા જિલ્લાના વતની આંબાભાઇ સોનાભાઈ બજાણીયા ઉ.34 નામનો યુવાન કારખાનેથી મજૂરી કરી બાઈક લઈને પરત આવતો હતો ત્યારે મોરબી તાલુકાના ખરેડા ગામની હાઈસ્કૂલ પાસે જીજે - 11 - ટીટી - 9520 નંબરની બોલેરો ગાડીના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના નાનાભાઈ કાંતિભાઈ સોનાભાઈ બજાણીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.