મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આરટીઓ ઓફીસ નજીક જીજે - 03 - ડીઇ - 1952 નંબરનું બાઈક રોંગ સાઈડમાં ચલાવી જઈ રહેલા વાલજીભાઈ રણછોડભાઈ ચાવડા ઉ.57 નામના આધેડ સામેથી આવતી જીજે - 18 - બીએચ - 0008 નંબરની બ્રેજા કાર સાથે અથડાતા વાલજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા વાલજીભાઈના પત્ની ગીતાબેન ચાવડાને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.