વાંકાનેર મોરબી હાઇવે ઉપર ઢુવા ગામના પાટીયા પાસે બનેલી ઘટના વાંકાનેર : વાંકાનેર મોરબી હાઇવે ઉપર ઢુવા ગામના પાટીયા પાસે આવેલ હોટલ રામદેવ સંકુલમાં ટ્રકની ડીઝલની ટાંકીમાંથી નળી વડે ડીઝલ કાઢતી વખતે ડિઝલનો ઘૂંટડો પીવાઈ જતા બિહારનો ટ્રક ચાલક બેભાન થઈ ગયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર મોરબી હાઇવે ઉપર ઢુવા ગામના પાટીયા પાસે આવેલ હોટલ રામદેવ સંકુલમાં ટ્રકની ડીઝલની ટાંકીમાંથી ટ્રક ચાલક મન્ટુકુમાર બાલેશ્વર ચૌધરી ઉ.24, રહે.દતરોલ થાના પકરીબરામા જી.નવાદા બિહાર રાજયવાળો નળી વડે મોઢેથી ડીઝલ ખેંચતો હતો તે દરમ્યાન ડીઝલ પી જતા ચક્કર આવતા બેભાન થઇ જતા બેભાન હાલતમાં પ્રથમ આયુષ હોસ્પિટલ મોરબી અને વધુ સારવાર સારૂ રાજકોટ સરકારી હોસ્પિટલમાં રીફર કરતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.