સિરામિક ઉદ્યોગને દરરોજનો અંદાજે રૂ.70 લાખનો ફાયદો થશે : સિરામિક એસો.એ સરકારનો આભાર માન્યોમોરબી : અત્યારે તીવ્ર હરીફાઇના માહોલમાં સિરામિક ઉદ્યોગને સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા સિરામિક એકમોમાં વપરાતા નેચરલ ગેસના MGO ભાવમાં રૂ.4.50નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સિરામિક ઉદ્યોગોને દરરોજ અંદાજે રૂ.70 લાખનો ફાયદો થશે. મોરબીના ધારાસભ્ય અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ રાજ્ય સરકારમાં ગેસના ભાવ અંગે રજુઆત કરી હતી. સરકાર દ્વારા આ રજુઆત પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવીને આજે નેચરલ ગેસના ભાવમાં રૂ.4.50નો ઘટાડો જાહેર કર્યો છે. આ ઘટાડો આવતીકાલે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. હાલ સિરામિક એકમોમાં દરરોજ સરેરાશ 16 લાખ ક્યુબીક મીટર ગેસનો વપરાશ થાય છે. તેવામાં આ નિર્ણયથી સિરામિક ઉદ્યોગોને અંદાજે રૂ.70 લાખનો ફાયદો થશે. આ નિર્ણય બદલ મંત્રી કાંતિલાલ અને સિરામિક એસો. દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્ય સરકારનો આભાર માનવામાં આવ્યો છે.