આમ જનતાને દંડ ફટકારતી મહાનગર પાલિકા દ્વારા જ પર્યાવરણની ખો કઢાતી હોવાનો ધડાકો : રફાળીયા ડમ્પિંગ સાઇટ બંધ થયા બાદ લાલપરમાં પણ આજ સ્થિતિ, દૈનિક દોઢસોથી બસ્સો ટ્રેકટર કચરાનો ધુમાડોમોરબી : મોરબી શહેરને નગરપાલિકામાંથી મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ ઘન કચરના નિકાલ બાબતે કોઈ સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં ન આવતા હાલમાં લાલપર નજીક નવી બનેલી ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરો સતત સળગી રહ્યો છે પરિણામે પર્યાવરણને પારાવાર નુકશાન થઈ રહ્યું છે. બીજી તરફ ડમ્પિંગ સાઇટ પણ અબોલ પશુઓના મોતનો પણ મલાજો જળવાતો નથી અને અબોલ પશુઓના મૃતદેહના વૈજ્ઞાનિક ઢબે નિકાલને બદલે મૃતદેહોને ફેંકી દેવાતા હોય પશુઓના મૃતદેહ પણ વિકૃત રીતે સળગી રહ્યા છે.મોરબી નગરપાલિકા સમયના રફાળીયા ડમ્પિંગ સાઇટની જગ્યા રેલવેને ફાળવવામાં આવ્યા બાદ હાલમાં સમગ્ર મોરબી શહેરમાંથી નીકળતો દૈનિક અંદાજે 190 ટન જેટલો ઘન કચરો લાલપર નજીક નવી બનાવેલ ડમ્પિંગ સાઇટ પર ફેકવામાં આવે છે. સામાન્ય રીતે તમામ શહેરી વિસ્તારમાં ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે વર્ગીકૃત કર્યા બાદ જ નિકાલ કરવો ફરજિયાત છે પરંતુ મોરબીમાં સામાન્ય નાગરિકોને કચરો સળગાવવા બદલ દંડ ફટકારતી મહાનગર પાલિકા જ ડમ્પિંગ સાઇટ પર કચરાને સળગાવી રહી હોવાથી ડમ્પિંગ સાઇટ આસપાસના વિસ્તારમાં પસાર થવું મુશ્કેલ બન્યું છે.સાથે જ અહીં પર્યાવરણના નિયમોનું પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.ડેપ્યુટી કમિશનર કહે છે નાગરિકો સળગતો કચરો ફેકતા હોવાથી ડમ્પિંગ સાઇટ પર કચરો સળગે છે !મોરબી કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સોનીએ ડમ્પિંગ સાઇટ પર સતત સળગતા કચરા મુદ્દે તંત્રનો બચાવ કરતા જણાવ્યું હતું કે, જીવીપી પોઇન્ટ પર તેમજ ડસ્ટબીનમાં નાગરિકો કચરો સળગાવતા હોય છે અને એ કચરો ડમ્પિંગ સાઇટ પર પહોંચે એટલે સળગી ઉઠે છે.જો કે, ડમ્પિંગ સાઇટ પર સતત કચરો સળગી રહ્યો હોવા છતાં આવી ઘટના સમયે કોર્પોરેશન ફાયર ટીમને મોકલી આગ બુઝાવતું હોવાનું જણાવી કચરાના વર્ગીકરણ માટે ટેન્ડર ફાઇનલ થઈ ગયું હોય ટૂંક સમયમાં જ કચરાનું સેગ્રીગેશન ચાલુ થશે તેમ જણાવી સમસ્યા ઉકેલાય જશે તેમ અંતના જણાવ્યું હતુંરોજમદાર કહે છે ગમે તેટલું પાણીનો મારો ચલાવો તો પણ કચરો સળગે જમોરબી કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરના જવાબથી તદ્દન વિપરીત જવાબ આપતા ડમ્પિંગ સાઇટના રોજમદાર કર્મચારીએ જણાવ્યું હતું કે, રફાળીયા ડમ્પિંગ સાઇટની જેમ જ લાલપરમાં પણ કચરો સળગે જ છે. દરરોજ અહીં 150થી 200 જેટલા ટ્રેકટર કચરો ઠલવાઇ છે.સાથે મૃત પશુઓ પણ અહીં જ ફેંકાતા હોવાનું ઉમેરતા તેમને જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડ ગમે તેટલો પાણીનો મારો ચલાવે તો પણ આ સળગતો કચરો ક્યારેય બુઝાઈ તેમ નથી.મોરબીમાં કચરો નિકાલ કરવા માટે એક એજન્સી વિનામૂલ્યે કામગીરી કરવા તૈયારમોરબી કોર્પોરેશન ઘનકચરાનો યોગ્ય નિકાલ કરી શકતી નથી ત્યારે મોરબીની જ તુલસી એન્ટરપ્રાઇઝ નામની સંસ્થાએ કોર્પોરેશનની લેન્ડફિલ સાઇટ ખાતે કચરાને વિનામૂલ્યે વર્ગીકૃત કરી કચરો નિકાલ કરી દેવા ઓફર કરી હોવાનું પણ સામે આવ્યું છે.