વાંકાનેર તાલુકાના મહીકા ગામના ટ્રક માલિકે ફરિયાદ નોંધાવી વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા કુલદીપભાઇ નરોતમભાઇ મીણીયાએ આઠેક મહિના પૂર્વે પોતાનો જીજે - 03-એટી - 4624 નંબરનો ટ્રક પોરબંદરના રાતડી ગામના ભુરાભાઇ દાનાભાઇ મોરબી નામના ઈસમને રૂ.5.50 લાખમાં વેચાણ આપ્યા બાદ આરોપીએ અડધી રકમ ચૂકવી બાકીના રૂપિયા 2.75 લાખ ન ચુકવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઠગાઈ છેતરપિંડી મામલે ભૂરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.