મોરબી : મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલા કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે અબોલ જીવ પશુ- પક્ષીઓની સેવા કરવામાં આવે છે. જેમાં ઘાયલ પશુ-પક્ષીઓની સારી રીતે સારવાર થઈ શકે તે હેતુથી કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં આધુનિક ઓપરેશન થિયેટરનો પ્રારંભ થવાનો છે. આ ઓપરેશન થિયેટરનું બાંધકામ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવવાનું છે. જે અંતર્ગત કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોની ઉપસ્થિતિમાં ઓપરેશન થિયેટરનું ભૂમી પૂજન કરવામાં આવ્યું હતું.