મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં પોલીસ દ્વારા ભુજના યુવકને વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 7ના રોજ મોરબી તાલુકાના લાલપર ગામમાં ડેલ્ટા સિરામીક પાસેથી સુરેશભાઇ ખીમાભાઇ એવારીયા (ઉ.વ. 24, ધંધો ડ્રાઇવિંગ, રહે. રાપર, ભુજ)ને આધાર વગર પ્લાસ્ટિકના બાચકામાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કંપની શીલપેક 30 (કિં.રૂ. 13,860) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી સુરેશ પાસેથી વિદેશી દારૂ કબ્જે કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.