મોરબી : બ્રાહ્મણો માટેની દિવાળી એટલે કે શ્રાવણ સુદ પૂનમ ને રક્ષાબંધન નિમિત્તે આજ રોજ મોરબીમાં બ્રાહ્મણોએ જનોઈ બદલીને શ્રાવણી કર્મ કર્યું હતું.મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ સાત જનોઈ બદલવાની વિધિ યોજાઈ હતી. જેમાં સાત ઋષિમુનીઓની પૂજા કરવામાં આવી હતી અને મા ભગવતીની આરાધના કરીને જનોઈ બદલવાની ક્રિયા કરાઈ હતી. જેમાં મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ અને મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના બંધુઓએ જનોઈ બદલી હતી. આ ક્રિયાવિધિમાં 70 જેટલા બ્રાહ્મણો વિધિમાં જોડાયા હતાં.