નેકનામ : શ્રી ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટ, નેકનામ તથા સમસ્ત ભોરણિયા પરિવાર દ્વારા તા. 5-1-2025ને રવિવારના રોજ પારિવારિક સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ પટેલ સમાજવાડી, નેકનામ ખાતે યોજાશે. જેમાં બપોરે 3:30 કલાકે મહેમાનોનું આગમન, સાંજે 4:30 કલાકે રાસ-ગરબા, તેમજ સાંજે 5:30 કલાકથી 7 કલાક દરમ્યાન મહાપ્રસાદનું આયોજન સમસ્ત ભોરણિયા પરિવાર નેકનામના સૈજન્યમાં કરવામાં આવ્યું છે. એ ઉપરાંત રાત્રે 8 થી 10:30 કલાક દરમ્યાન દીપ પ્રાગટ્ય, શાબ્દિક સ્વાગત, તેજસ્વી તારલાનું સન્માન, પ્રાસંગિક ઉદબોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા આભારવિધિ કરવામાં આવશે. ત્યારે આ સ્નેહમિલન અને તેજસ્વી તારલા સન્માન સમારોહમાં સહ પરિવાર પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.