મોરબી : મુળ બહાદુરગઢ ગામના વતની હાલ મોરબી નિવાસી શૈલેષભાઈ શીવાભાઈ ભોજાણીના પુત્ર યુગના જન્મ દિવસ નિમિતે કીડીયારું પુરીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યુગના પપ્પા શૈલેષભાઈ અને મમ્મી હીનાબેન ભોજાણી દ્વારા અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવાઅબોલ જીવોનો ભંડારો વાક્ય સિદ્ધ કરી 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ-અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદી અનેને દાટી બાવળ અને બોરડીના ઝુંડમાં મુકવામાં આવ્યા. જેથી 51,000 હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે. તેમજ આપણે બધા ભેગા મળીને કિડીયારૂ પુરી આપણી સંસ્કૃતિના મુલ્યો જાળવી, સેવાનું કામ કરી કિડીયારૂ પૂરી અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા,વૃક્ષો વાવી આને ઉછેરી અને પર્યાવરણ બચાવીએ, એક બદલાવ આપણા માટે એક બદલાવ આપણા બધા માટે વાક્ય સિદ્ધ કર્યું હતું.