જયભીમ કેરિયર એકેડમીના લાભાર્થે યોજાયો કાર્યક્રમ : એકેડમી જીવનમાં પરિવર્તન લાવવા માટે સંઘર્ષોની હારમાળા રચવી પડે : સાહિત્યકાર વિશન કાથડ હળવદ : જય ભીમ કેરિયર એકેડમી હળવદ અને અનુ.જાતિ કોયબા દ્રારા આયોજીત અનુ.જાતિના વિધાથીઓ માટે નિઃશુલ્ક તાલીમ વર્ગના લાભાર્થે ગઇકાલે કોયબામાં ‘ભીમ સંધ્યા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે હળવદ મામલતદાર, પીએસઆઈ, યુવા ભીમ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હળવદની સરા ચોકડી ખાતે આવેલ અનુ.જાતિના વિદ્યાર્થીઓનો પરિક્ષાલક્ષી તાલીમ વર્ગ (કલાસીસ) વિનામુલ્યે ચાલી રહ્યો છે ત્યારે અનુ.જાતિના વિદ્યાર્થીઓના લાભાર્થે હળવદ ‘જય ભીમ કેરિયર એકેડમી’ અને સમસ્ત અનુ.જાતિ કોયબા દ્વારા ‘ભીમ સંધ્યા' એક શામ બાબા સાહેબ કે નામનું ભજનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સોરઠના સાવજ અને બહુજન સાહિત્યકાર એવા વિશન કાથડએ પોતાની આગવી શૈલીમાં તપળદી ભાષામાં ડો.ભીમરાવ આંબેડકરના જીવન - કવન પર પ્રકાશ પાડી, આધુનિક ભારતના નિર્માણમાં તેમના બહુમુલ્ય યોગદાનના ક્ષેત્રો સમાનતા, સામાજિક તેમજ મહિલા અને કામદાર ઉદ્વાર તથા સ્વતંત્રતા-સમાનતા અને ભારતીય બંધારણના નિર્માણ પર ભાવવાહી ચર્ચા કરી શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા. આ તકે હળવદ મામલતદાર વી.કે સોલંકી, હળવદના પી.એસ. આઈ પી.જી.પનારા, યુવા ભીમ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી.ડી.સોલંકી, દિનેશ મકવાણા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમને સફળ બનાવવા જય ભીમ કેરીયર એકેડમીના નરેન્દ્રભાઈ સોલંકી, મયુરભાઈ પરમાર, રાજેશભાઈ પરમાર, જશુભાઈ પરમાર, ઈશ્વરભાઈ પરમાર સહીતના યુવાઓ ભારે જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en