વાઇસ ચેરમેન પદે મગનભાઈ વડાવીયાની નિમણુક મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે ભવાનભાઈ ભાગીયા તથા વાઇસ ચેરમેન તરીકે મગનભાઈ વડાવિયાની નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંકને ઠેર ઠેરથી આવકાર મળ્યો છે. મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી વર્ષોબાદ રસાકસીભરી રહી હતી. જેમાં કોંગ્રેસની લલિતભાઈ કગથરા પ્રેરિત પેનલને હરાવીને ભાજપની પેનલે જીત મેળવી હતી. ભાજપની પેનલના મગનભાઈ વડાવીયા વર્ષોથી માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે જવાબદારીઓનું વહન સુપેરે કરી રહ્યા હતા. પણ સતત બે વર્ષથી ચેરમેન રહેલા ત્રીજી ટર્મમાં ચેરમેન ન બની શકે તેવો નવો નિયમ આવતા મગનભાઈ વડાવીયાને વાઇસ ચેરમેનનું પદ આપવામાં આવ્યું છે.