મોરબી : મોરબી તાલુકાના રામનગર (ઝીકીયારી) ગામે આગામી તારીખ 20 મે ને સોમવારે રાત્રે 9 કલાકે ભવાઈ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ભગવતી આશ્રિત નકલંક ભવાઈ મંડળના નાયક અમુભાઈ વ્યાસ તથા રાજુભાઈ વ્યાસ સહિતના કલાકારો ભવાઈ રજૂ કરશે. સાથે જ કવિરાજ અશોકભાઈ વ્યાસ (રાસંગપરવાળા) લોક સાહિત્યનો રસ પિરસશે. તો આ ભવાઈ નિહાળવા માટે જાહેર જનતાને આમંત્રણ પાઠવાયું છે.