મોરબી : આજે તારીખ 19 ઓગસ્ટના રોજ મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ભવાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળની 126 વર્ષની અવિરત ચાલતી પ્રણાલિકા મુજબ ભવાઈનો મજરો જડેશ્વર દાદાના સાનિધ્યમાં રજૂ કરવામાં આવશે. તો સર્વે ભવાઈ પ્રેમી જનતાને ભવાઈ નિહાળવા સ્વ. ભરતભાઈ મણિલાલ વ્યાસ, ભાર્ગવભાઈ ભરતભાઈ વ્યાસ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. રજૂઆત બજરંગ ભવાઈ મંડળ દ્વારા કરાશે.