મોરબી : મોરબીના જુના ઘૂંટુ રોડ પર ત્રાજપર સ્થિત ગોકુલ પાર્ક સોસાયટી ખાતે આવતીકાલે 22 નવેમ્બર ને શનિવારના રોજ ગુજરાતી ભવાઈ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રાજપરના પૂર્વ સરપંચ અશોકભાઈ વરાણીયા દ્વારા આ ભવાઈ નાટક યોજાશે. જેમાં કંકાવટીવાળા હસમુખભાઈ નાયકનું ભવ્ય નાટકનું આયોજન કરાયું છે. તો આ નાટક નિહાળવા સૌને આમંત્રણ પાઠવાયું છે.