મોરબી : વિક્રમ સવંત 2078નો છેલ્લો દિવસને ધોકોના દિવસે સાંજના 4:30 કલાકે સૂર્યગ્રહણનો શુભારંભ ભારતમાં થયો હતો. તેને કેપ્ચર કરવા ગુજરાતના વિખ્યાત વાંકાનેરના તસ્વીર કાર ભાટી એન દ્વારા 600 એમએમના વિરાટ ટેલી લેન્સના માધ્યમથી સૌરાષ્ટ્રના વાંકાનેર સિટીમાંથી અફલાતૂન તસવીર કેપ્ચર કરવામાં સફળતા મળી હતી. ક્યાં આકાશ અને ક્યાં ધરતી પણ ટેલીલેન્સના માધ્યમથી આકાશ નજીક સૂર્ય ગ્રહણની સાંજના પાંચ કલાકે તસવીર લેતા પા ભાગમાં સૂર્યગ્રહણ સ્પષ્ટ નિરખી શકાય છે.