મોરબી : એકવીસ દિવસના લોકડાઉન દરમ્યાન આવતા ઘણા ધાર્મિક કાર્યક્રમો ઉત્સવોના આયોજનો રદ થઈ રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના ભાગ રૂપે આવા તમામ આયોજનો રદ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોડપર ખાતે દર વર્ષે હનુમાન જ્યંતી નિમિત્તે અચૂક આયોજિત થતો ભટ્ટ પરીવારના ઇષ્ટદેવ હનુમાન દાદાનો યજ્ઞ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ વર્ષે તારીખ 08/04/2020ને બુધવારના રોજ આ યજ્ઞનું આયોજન થનાર હતુ. પરંતુ કોરોના વાઇરસની વર્તમાન પરિસ્થિતિને કારણે સર્વેના આરોગ્યની જાણવણી માટે આ વર્ષ પૂરતો હનુમાન જયંતીનો યજ્ઞ કાર્યક્રમ રદ કરવામાં આવ્યોછે. જેની તમામ ભટ્ટ પરીવારે નોંધ લેવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. તો આ પરીસ્થીતીમા તમામ ભટ્ટ પરિવારે ઘરે બેસીને હનુમાનદાદાની આરાધના કરવી તેવુ બળવંતભાઈ એલ. ભટ્ટ તથા જે.પી. ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યુ છે.