મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર ઓવરબ્રિજ નજીક જીજે - 03 - KP - 9013 નંબરની અલ્ટો કારના ચાલકે એક્ટિવા લઈને જઈ રહેલા મોરબીના આનંદનગર વિસ્તારમા રહેતા ભારતીબેન સંજયભાઈ ગોહિલને હડફેટે લઈ ટક્કર મારતા ભારતીબેનને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે ભારતીબેને અલ્ટો કારના ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.