મોરબી : અયોધ્યા ખાતે શ્રી રામમંદિર ખાતે શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીને લઈને સમગ્ર દેશમાં દિવાળીની જેમ તહેવાર ઉજવવામાં આવ્યો હતો ત્યારે મોરબીના ભરતનગર ગામમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભરતનગર ગામના નવા પ્રવેશદ્રારનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તેમજ બપોરના મહાઆરતી યોજાઈ હતી અને સાથે કારસેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગામમાં ધુંવાડાબંધ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ગામના લોકોએ સાથે રાસગરબા રમી શાનદાર ઉજવણી કરી હતી.