વીજ પોલના પ્રશ્ને આંદોલન પર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર મોકલી તાત્કાલિક ન્યાયિક ઉકેલ લાવવા કરી માંગમોરબી : મોરબી જિલ્લાના જેતપર ગામે વીજ પોલના પ્રશ્ને ખેડૂતો દ્વારા બિન-રાજકીય ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ બાબતે ખેડૂતોના હિત અને અધિકારો માટે હંમેશાં અગ્રેસર રહેતા ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા 26-06-2026ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કિસાન સંઘે જેતપર-છાવણીમાં ઉપવાસ પર બેઠેલા ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવી યોગ્ય ન્યાય આપવા માટે માંગ કરી છે.ખેડૂતોના ભોગે કે નુકસાન કરીને થતો વિકાસ સ્વીકાર્ય નથી: કિસાન સંઘમુખ્યમંત્રીને કરાયેલી લેખિત રજૂઆતમાં ભારતીય કિસાન સંઘે જણાવ્યું છે કે, ખેડૂત પોતાની મહામૂલી જમીન અને ઊભા પાકને બચાવવા માટે મજબૂર થઈને આકરા ઉનાળા અને ચોમાસામાં ખુલ્લા આકાશ નીચે બેઠો છે. આવી સ્થિતિમાં સંવેદનશીલ સરકારની એ ફરજ બને છે કે તે જગતના તાતની વેદના સાંભળે. વીજ કંપનીના અધિકારીઓની આવી મનસ્વી અને ખેડૂત વિરોધી નીતિઓ પર તુરંત લગામ કસવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે. વધુમાં ઉમેર્યું છે કે, વિકાસ જરૂરી છે પરંતુ ખેડૂતોના ભોગે કે તેમના હિતોને નુકસાન કરીને થતો વિકાસ ક્યારેય સ્વીકાર્ય હોઈ શકે નહીં.ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર મોકલી સુખદ ઉકેલ લાવવા અપીલભારતીય કિસાન સંઘ દ્વારા આ રજૂઆત કરીને સરકાર પાસે અપેક્ષા રાખવામાં આવી છે કે સરકાર આ બાબતમાં તુરંત હસ્તક્ષેપ કરે. ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર મોકલી, આંદોલનકારી ખેડૂતો સાથે યોગ્ય સંવાદ સાધીને વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનો સુખદ અને ન્યાયિક ઉકેલ લાવવામાં આવે. વિવિધ મંત્રી, સાંસદો અને ધારાસભ્યોને નકલ રવાના કરાઈમોરબી જિલ્લા કિસાન સંઘ દ્વારા આ ગંભીર પ્રશ્નની નકલ મંત્રી કાંતીલાલ અમૃતીયા, રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, રાજકોટ સાંસદ પરસોતમ રૂપાલા, સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઇ સીહોરા, કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડા અને જામનગર સાંસદ પુનમબેન માડમને મોકલવામાં આવી છે. આ ઉપરાંત ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણી અને ધ્રોલ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાને પણ આ પત્રની નકલ રવાના કરીને ખેડૂતોના હિતમાં યોગ્ય પ્રક્રિયા કરવા અપીલ કરવામાં આવી છે.#Morbi #Jetpar #MorbiUpdates #MorbiNews #FarmersProtest #BharatiyaKisanSangh #KisanAndolan #GujaratGovernment #KisanShakti