ટંકારા : આજે તારીખ 9 સપ્ટેમ્બરના રોજ ભારતીય કિસાન સંઘ મોરબી દ્વારા બલરામ જયંતીની યજ્ઞ કરીને ઉજવણી કરવામાં આવી હતી. ખેડૂતોના પાલનહાર એવા ભગવાન બલરામજીની જયંતી નિમિત્તે ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા ટંકારામાં લતીપર ચોકડી ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણીમાં સહકારીતા સેલના અધ્યક્ષ જેલેશભાઈ કાલરીયા, કિસાન સંઘ મોરબી જિલ્લાના પ્રતિનિધિ બાબુલાલ સીણોજીયા, નાથાલાલ પટેલ, આશિષ કગથળા, પિયુષ કોરિંગા, નાનજીભાઈ મેરજા, કાનાભાઈ ત્રિવેદી, મનસુખભાઈ દેત્રોજા, યોગીરાજસિંહ જાડેજા, ભૂપતભાઈ કુકડિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે દર વર્ષે ભાદરવા મહિનાના વદ પક્ષની છઠ્ઠ તિથિએ બલરામ જયંતી ઊજવવામાં આવે છે. તેને હળછઠ્ઠ પણ કહેવામાં આવે છે. દ્વાપર યુગમાં આ તિથિએ ભગવાન વિષ્ણુના પ્રિય શેષનાગજીએ બલરામના સ્વરૂપમાં અવતાર લીધો હતો. બલરામ હલ અને ખલને શસ્ત્ર સ્વરૂપમાં ધારણ કરતા હતાં. જેના કારણે તેમને હલધર પણ કહેવામાં આવે છે. આ પર્વમાં બલરામ અને શ્રીકૃષ્ણનો વિશેષ અભિષેક કરવો જોઈએ. તેનાથી ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.