કલ્યાણ વજેપર પ્રાથમિક વિદ્યાલયમાં બાળકોનું હિમોગ્લોબિન અને બ્લડ ગ્રુપ ચેકઅપ કરાયું: જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અપાશે નિઃશુલ્ક દવાઓમોરબી: ભારત વિકાસ પરિષદ–મોરબી શાખા તથા Indian Medical Association (IMA) ના સંયુક્ત ઉપક્રમે તા. 30 જુલાઈ, 2026 ના રોજ આલાપ રોડ પર આવેલી કલ્યાણ વજેપર ગામ પ્રાથમિક વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હિમોગ્લોબિન ચેકઅપ, બ્લડ ગ્રુપ ચેકઅપ તથા આરોગ્ય શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.ભારત વિકાસ પરિષદ મોરબી શાખાની મહિલા સહભાગીતા પાંખ દ્વારા આયોજિત આ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ શિબિરમાં પ્રિ કયોર લેબોરેટરીના ડૉ. પ્રકાશ વિડજા તથા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમજ જરૂરી આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ શિબિર દરમિયાન જે વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબિનની ઉણપ જોવા મળશે તેમને નિઃશુલ્ક દવાઓ પણ પૂરી પાડવામાં આવશે.આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે કાંતિભાઈ પાવાગઢ (કેનેડા) દ્વારા મહત્ત્વપૂર્ણ આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રાંત સંયોજક ડૉ. જયેશભાઈ પનારા, મહિલા કોમલબેન પનારા તથા સભ્ય સંદિપભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરને સુચારુ રૂપે સંપન્ન કરવા માટે કલ્યાણ વજેપર પ્રાથમિક વિદ્યાલયના આચાર્ય, શિક્ષકગણ અને સ્ટાફે ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો.સમગ્ર આયોજન ભારત વિકાસ પરિષદ–મોરબી શાખાના અધ્યક્ષ ચિરાગભાઈ હોથી, સચિવ વિશાલભાઈ બરાસરા, કોષાધ્યક્ષ હિરેનભાઇ ધોરિયાણી અને મહિલા સહભાગિતાના કોમલબહેન પનારાની આગેવાની હેઠળ સફળ બનાવવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #BharatVikasParishad #HealthCamp #MorbiSchool #MorbiNews #GujaratNews