નાગલપર શાળાના પરિસરમાં વિવિધ ઔષધીય અને ફળાઉ રોપાનું વાવેતર: ચકલીના માળા તથા ફૂલસ્કેપનું વિતરણ કરાયુંમોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે નાગલપર (અમરાપર) પ્રાથમિક શાળા ખાતે વિવિધ સેવાકીય અને પર્યાવરણલક્ષી કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વૃક્ષારોપણ, વિવિધ ઔષધીય અને ફળાઉ રોપાઓનું વાવેતર, શાળાના બાળકોને રોપા વિતરણ, ચકલીના માળા વિતરણ, ફૂલસ્કેપ વિતરણ તથા બાળકોની નિઃશુલ્ક આરોગ્ય તપાસ જેવા અનેક સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાની સ્મૃતિને જીવંત રાખવા માટે તેમના પિતા વિનોદભાઈ મકવાણા દ્વારા દર વર્ષે સમાજોપયોગી અને પર્યાવરણલક્ષી કાર્યો કરવામાં આવે છે.અનેકવિધ ઔષધીય અને ઉપયોગી રોપાઓનું વાવેતરનાગલપર (અમરાપર) પ્રાથમિક શાળાના પરિસરમાં હરડે, ફાલસા, બીજોરા, ખાખરો, બોરસલી, ફણસ, રાયણ, બોર, સીસમ, કાંચનાર, પારિજાત, શેતુર, સરગવો, નગોળ તુલસી, ઈરાની પાન, હાડસાંકળી, જીવંતિકા વેલ, ગળો, લેમન ગ્રાસ, નાગરવેલ, સુગર વેલ, ઇન્સ્યુલિન ટ્રી, એલોવેરા અને પથ્થર ફૂટી સહિતના અનેક ઔષધીય અને ઉપયોગી રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેના જતન અંગે માર્ગદર્શન અપાયું હતું.મહાનુભાવોનું પ્રેરણાદાયી માર્ગદર્શનઆ પ્રસંગે ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના સચિવ વિશાલભાઈ બરાસરા તથા પ્રાંત મોરબી જિલ્લા કન્વીનર ડૉ. જયેશભાઈ પનારા દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ઔષધીય વૃક્ષોના સંવર્ધન અંગે પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના મોરબી જિલ્લા સંયોજક ડૉ. જયેશભાઈ પનારા, સચિવ વિશાલભાઈ બરાસરા, પર્યાવરણ કન્વીનર ડૉ. ચિરાગભાઈ અઘારા, સેવા કન્વીનર રાજેશભાઈ ડાંગર, જીવીસીએ કન્વીનર વિનુભાઈ મકવાણા, બીકેજે કન્વીનર પંકજભાઈ ફેફર, કૌશિકભાઈ અઘારા, દિલીપભાઈ પરમાર સહિતના હોદ્દેદારો, શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ મિયાત્રાએ કર્યું હતું.કાર્યક્રમના અંતે સૌએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર, જતન અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત આ સેવાકીય કાર્યક્રમને સૌએ સરાહનીય અને પ્રેરણાદાયી ગણાવ્યો હતો. #Morbi #MorbiNews #BharatVikasParishad #TreePlantation #Environment #Nagalpar #SocialService #MorbiUpdates