કુમારિકાઓને સ્વાસ્થ્ય સંબંધી માહિતી આપી નિ:શુલ્ક હિમોગ્લોબીનની તપાસ કરાઇમોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી શાખા, આઈ.એમ.એ મોરબી તથા એમ.ઓ.જી.એસના સહયોગથી તાજેતરમાં કુમારિકાઓ માટે એક સ્વાસ્થ શિબિર યોજાઇ હતી.આ શિબિરમાં કુમારિકાઓને નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસ કરીને દવા આપવામાં આવી હતી. આ શિબિરમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો જયેશભાઈ પનારાએ સમતોલ અને પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો તેની માહિતી તથા એમ.ઓ.જી.એસના ડો ભૂમીબહેન ઝાકાસણિયાએ બહેનોમાં એનિમિયા કેવી રીતે થાય છે તેની અસર અને તેના ઉપાયો વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના સચીવ હિંમતભાઈ મારવાણિયા, કાર્યક્રમ સંયોજક હિરેનભાઇ ધોરીયાણી તથા રાકેશભાઈ મેરજા ઉપસ્થિત રહયા હતા. રવાપર તાલુકા પ્રાથમિક શાળાના આચાર્ય હિરેનભાઈ ધોરિયાણી અને શિક્ષકો ફુલતરિયા નયનાબહેન, પટેલ કલ્પનાબેન તેમજ બરસરા મુકેશભાઈ વગેરે ઉપસ્થિત રહી બાળાઓનો ઉત્સાહ વધાર્યો હતો.આ શિબિરમાં આઈ.એમ.એ.મોરબી તથા ડો. વિરલ લહેરુ પેથોલોજી લેબ વાળાએ બાળાઓનું નિ:શુલ્ક લોહીનું પરીક્ષણ કરી સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો હતો.