420 રૂપિયાની બજાર કિંમતનો 6 ચોપડાનો સેટ માત્ર 200 રૂપિયામાં અપાશેમોરબી: આજના સમયમાં શિક્ષણનો ખર્ચ સતત વધી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક રાહત મળે તેવા ઉમદા હેતુથી ભારત વિકાસ પરિષદ, મોરબી શાખા દ્વારા આગામી શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને એક વિશેષ 'રાહતદરે ફૂલસ્કેપ વિતરણ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ અંતર્ગત A4 સાઇઝની ઉચ્ચ ગુણવત્તાવાળી 172 પેજની ફૂલસ્કેપ નોટબુકનું રાહતદરે વિતરણ કરવામાં આવશે. સામાન્ય બજાર કિંમત મુજબ 6 નોટબુકના સેટની કિંમત આશરે 420 રૂપિયા થાય છે, પરંતુ ભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા એ જ ગુણવત્તાનો 6 નોટબુકનો સેટ માત્ર 200 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પહેલ દ્વારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને સીધો આર્થિક લાભ મળશે. નોટબુક વિતરણ કાર્યક્રમની વિગતો: • તારીખ: 14 જૂન 2026, રવિવાર• સમય: સવારે 9:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી• સ્થળ: ડો. ભાડેસિયા હોસ્પિટલ, OMVVIM કોલેજની સામે આવેલ ગ્રાઉન્ડ, શનાળા રોડ, મોરબીભારત વિકાસ પરિષદના સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના પવિત્ર મૂલ્યોને કેન્દ્રસ્થાને રાખી આયોજિત આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અધ્યક્ષ ચિરાગભાઈ હોથી, સચિવ વિશાલભાઈ બરાસરા, કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી, સંયોજક હિંમતભાઈ મારવણીયા તથા શાખા કન્વીનર (સેવા) રાજુભાઈ ડાંગર સહિતના કાર્યકરો દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે.પરિષદના હોદ્દેદારો દ્વારા શહેર તથા આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સંસ્થામાં સભ્ય તરીકે જોડાવા અથવા કાર્યક્રમ અંગે વધુ માહિતી મેળવવા માટે 99744 58658 પર સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiUpdate #BharatVikasParishad #StudentWelfare #Education #SocialService #MorbiNews #NotebookDistribution