અદભુત અભિનએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા મોરબી : શહેરના નવલખી રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી વર્ષ નિમિતે 'ભારત ભાગ્ય વિધાતા' નાટક ભજવાયું હતું. જેમાં ગાંધીજીના નાનપણથી લઈને મહાપ્રયાણ સુધીની સફરને આવરી લેવામાં આવી હતી. સમગ્ર ભારત જયારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ૧૫૦માં જન્મજયંતી વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે રાષ્ટ્ર વ્યાપી ઉજવણીમાં ભાગ લેતા 'શ્રીમદ રાજચંદ્ર મિશન' ધરમપુર દ્વારા ગાંધીજીના જીવન પર આધારિત ભવ્ય નાટક 'ભારત ભાગ્ય વિધાતા'ના ગુજરાત સરકારના સહયોગથી ગુજરાતભરમાં ૧૫૦ શોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર આ પૂર્વે શ્રીમદ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધીજીના ગહન આધ્યાત્મિક સંબંધો પર આધારિત ૧૦૬૦ થી વધુ નાટ્યપ્રયોગો દ્વારા વિશ્વભરમાં લાખો પ્રેક્ષકો સમક્ષ યુગ પુરુષ મહાત્માના મહાત્મા નાટકની સફળ પ્રસ્તુતિ કરી ચુક્યું છે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરની સર્જનાત્મકતા, બહોળો અનુભવ અને આયોજન ક્ષમતા તેમજ પ્રતિબધ્ધતા જોઇને ગુજરાત સરકારે તેમને ગાંધીજીના જીવન પર આધારિત એક વિશ્વકક્ષાની નાટ્યકૃતિનું નિર્માણ કરવા ઇજન આપ્યું હતું. જેનો ગૌરવભેર સ્વીકાર કરતા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશભાઈની પ્રેરણાથી ગાંધીજીને ગૌરવપૂર્ણ અંજલિરૂપ અને ઉચ્ચ મુલ્યોની સુવાસથી તરબતર નાટક 'ભારત ભાગ્ય વિધાતા'નું નિર્માણ થયું છે. 'ભારત ભાગ્ય વિધાતા' ગાંધીજીના જીવન પ્રસંગોને વણી લઇ તેમના અંતરાત્મામાં એક ડોકિયું કરાવે છે. જીવનની દરેક ઘટના વખતે તેઓના હૃદયમાં એક આધ્યાત્મિક તપસ્વિનીની માફક ચાલતા મનોમંથનનું આ નાટકમાં એવું નિરૂપણ કરાયું છે કે પ્રેક્ષકના હૃદયમાં પણ તે મંથન ઉદભવે છે. તે પોતાની ભીતરના ગાંધીને શોધવા તત્પર બની જાય છે. હૃદયને જકડી રાખતી, કલાકારોના બેનમુન અભિનય અને સંવાદોના પ્રવાહમાં સહજ જ પ્રેક્ષકને વહાવીને લઇ જતી નાટ્ય કૃતિના લેખક બાજીરાવ મસ્તાની છે. જ્યારે પદમાવત જેવી ફિલ્મોના લેખક પ્રકાશભાઈ કાપડિયા, દિગ્દર્શક છે, રાજેશભાઈ જોશી અને તેના સુત્રધાર તારક મહેતા ક ઉલટા ચશ્માંના લોકપ્રિય ડાયરેક્ટર ધર્મેશ મહેતા છે. ગાંધીને સહજ ગાંધી સ્વરૂપે સમજવા આ નાટક માણવા જેવું ખરું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news