મોરબી : મોરબીના શનાળા રોડ પર શનાળા બાયપાસ પાસે ભક્તિનગર ખાતે આવેલા ઉમિયા આશ્રમ-સત્ય નારાયણ ગૌ શાળા ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે 26 ફેબ્રુઆરી ને બુધવારના રોજ સાંજે 7 કલાકે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં મહાપ્રસાદનો લાભ લેવા ઉમિયા આશ્રમ-સત્ય નારાયણ ગૌ શાળાના મહંત નિરંજનદાસજી મહારાજ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.