ભાદરવા માસમાં પિતૃ કાર્ય વિધી માટે જગ્યાની ફાળવણી નહિ કરાય મોરબી : હાલ મોરબી જીલ્લામાં કોરોના સંક્રમણના કેસમાં દિવસે-દિવસે વધારો થવાના કારણે ધાર્મિક સંસ્થાનો માટે ગુજરાત સરકાર તરફથી બહાર પાડેલ માર્ગદર્શીકા મુજબ મંદિરના ટ્રસ્ટ બોર્ડના ઠરાવ મુજબ રફાળેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં બ્રાહ્મણોને પૂજામાં બેસવા તથા ભંડારો-ભોગ-પ્રસાદ-મેળાવડો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. તથા આગામી ભાદરવા માસમાં મંદિર તથા ધર્મશાળામાં પિતૃ કાર્ય વિધી માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી નહી. તથા રફાળેશ્વર મહાદેવ મંદિરમાં કોઇ એ ભેટ-પ્રસાદ આપવાનો રહેશે નહી. તથા પૂજારીએ પણ પ્રસાદ આપવાનો રહેશે નહી. જેની જાહેર જનતાએ નોંધ લેવા યાદીમાં જણાવેલ છે.