મોરબી : ભલગામ પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ શિક્ષક ચૌહાણ હસમુખભાઈ વી. તરફથી શાળાને રૂ. 28,000નું દાન આપવામાં આવ્યુ છે. તેમજ શિક્ષક દીપેશભાઈ તરફથી તેમના સ્વજનોના સ્મરણાર્થે રૂ. 4000નું દાન આપવામાં આવ્યું છે. જેમાંથી શાળામાં વિદ્યાર્થીઓને બેસવા માટે બાંકડાની ખરીદી કરવામાં આવશે. આ તકે શાળાના આચાર્ય ત્રિવેદી ભાવેશકુમાર દ્વારા શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.