સામાજિક કાર્યકરની નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆતમોરબી : મોરબીના શનાળા બાયપાસ ભક્તિનગર સર્કલ પાસે રોડ ઉપર સાઈડમાં ખાડા હોવાથી વાહન ચાલકો ઉપર અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે. આથી ભક્તિનગર સર્કલ.પાસે રોડ ઉપરના ખાડા બુરવા માંગ સાથે સામાજિક કાર્યકરે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે.મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ નગરપાલિકાના ચીફ ઓફીસરને રજુઆત કરી હતી કે, શનાળા બાયપાસ પાસે સીટી મોલ નજીક રોડની સાઈડમાં મસમોટા ખાડા પડી ગયા છે. રોડની સાઈડમાં કડ પડી ગઈ હોવાથી આ ખાડાને કારણે વાહન ચાલકો ઉપર અકસ્માતનો ખતરો રહે છે. આ ખાડાઓના કારણે આ વિસ્તારમાં આવેલ લાયન્સનગર, ગોકુલનગર, ફિદાય પાર્ક, વાડી વિસ્તારોમાંના લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડે છે. ભક્તિનગર સર્કલ પાસે બ્રિજ બનતી વખતે નાલું બનાવવાની રજુઆત કરી હતી. પણ નાલું ન બનાવતા લોકોને રોગ સાઈડમાં ચાલવું પડે છે અને રોગ સાઈડ બાજુએ ખાડા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હોવાથી વહેલાસર આ ખાડાનું યોગ્ય રીપેરીંગ કરવાની માંગ કરી છે.