મોરબી : મોરબીમાં મિલાપ નગર અવની ચોકડી પાસે આવેલ સોમનાથ એપાર્ટમેન્ટ ખાતે સ્વ. ગોવિંદભાઇ શાંતિલાલ વિલપરા (ભજની) ને શ્રદ્ધાંજલી અર્થે તા.૧ થી ૫ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧એ છગન ભગત કોયલીવાળાની સંતવાણી, તા.૨ એ બાપા સીતારામ ધૂન મંડળનો કાર્યક્રમ, તા.૩એ સ્વરાંગન ગ્રૂપના હંસરાજ ગામી, ડો.શૈલેષભાઇ રાવલ અને કલાકાર મિત્રોની ભજન સંધ્યા, તા.૪ એ નકલંક સંપુટ અને તા.૫ એ બજરંગ ધૂન મંડળનો કાર્યક્રમ યોજાશે. તમામ કાર્યક્રમ દરરોજ રાત્રે ૮:૩૦ કલાકે યોજાનાર છે.