બીજના દર્શન ઘેર રહીને જ કરવા સંચાલકોની અપીલ મોરબી: કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સુપ્રસિદ્ધ અને લોકોની અસ્થાનું કેન્દ્ર એવા રામધન આશ્રમ ખાતે આવનારી બીજના દર્શન તેમજ ભજન સહિતના કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવ્યા છે. આશ્રમના મુકેશ ભગતની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, બીજના દર્શન અને ભજન મુલત્વી રાખવાની સાથોસાથ 30 એપ્રિલ સુધી પ્રસાદ અને ભજન સહિતના તમામ આયોજનો મુલત્વી રાખવામાં આવ્યા છે.