મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે બંને ટાઈમ સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવા માં આવે છે, ત્યારે આજ રોજ “રામ નામ કે હીરે મોતી” ફેઈમ સુપ્રસિધ્ધ ભજનિક અશોકભાઈ ભાયાણી મોરબી જલારામ ધામ ખાતે પધાર્યા હતા. પૂ.જલારામ બાપા ની કૃપા અને પ્રેરણાથી ચાલતા સદાવ્રતમાં પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ તકે અશોકભાઈ ભાયાણીએ મોરબી જલારામ ધામ દ્વારા કોઈ પણ પ્રકારના નાત-જાતના ભેદભાવ વિના ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી તેમજ મોરબી જલારામ ધામના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી તેમજ તેમના સ્વાસ્થ્ય અંગે પૂ.જલારામ બાપાના ચરણો માં પ્રાર્થના કરી હતી.