ટીંબડીના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટની ઓફીસ સામેથી જ ડમ્પર ગાયબ મોરબી : મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ટીંબડીના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટની ઓફીસ સામે ખુલ્લા પાર્કીંગમાંથી હિમતવાળા તસ્કરો આખેઆખો દસ વ્હીલ વાળો ખટારો હાકીને લઈ જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર ટીંબડીના પાટીયા કલ્યાણ નામની ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા અને ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી અનીલભાઇ દાનાભાઇ વસરાની માલિકીનું ટાટા કંપનીનુ દસ વીલ વાળુ ડમ્પર રજીસ્ટ્રેશન નંબર-GJ-03-AX- 5149 કીંમત રૂપીયા ૪૯૦૦૦૦ વાળું કોઈ અજાણ્યો તસ્કર પાર્કિંગમાંથી ઉઠાવી જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ ડમ્પર ચોરીની ઘટનામાં મોરબી તાલુકા પોલીસે અનિલભાઈની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઈપીસી કલમ 379 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..