દિવાળીના પંચદિવસીય પર્વનું સમાપન કરતો અને ભાઈ-બહેનના અતૂટ સ્નેહનું પ્રતીક એવો પવિત્ર તહેવાર ભાઈબીજ (યમ દ્વિતીયા) આ વર્ષે ગુરુવાર, 23 ઓક્ટોબર 2025ના રોજ ઉત્સાહભેર ઉજવવામાં આવશે. હિન્દુ પંચાંગ મુજબ, આ તહેવાર કારતક મહિનાની શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને તિલક કરીને તેમના લાંબા અને સુખી જીવન માટે કામના કરે છે, જ્યારે ભાઈઓ પણ બહેનોને પ્રેમપૂર્વક ભેટ આપીને આશીર્વાદ આપે છે.શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, આ દિવસે શુભ મુહૂર્તમાં તિલક કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે ભાઈબીજની તિથિ અને શુભ સમય નીચે મુજબ છે:તિથિનો પ્રારંભ: 22 ઓક્ટોબર, 2025, રાત્રે 08:16 વાગ્યેતિથિ સમાપ્તિ: 23 ઓક્ટોબર, 2055, રાત્રે 10:46 વાગ્યેતિલક લગાવવાનું શુભ મુહૂર્ત: બપોરે 01:13 વાગ્યાથી લઈને બપોરે 03:28 વાગ્યા સુધી.આ શુભ મુહૂર્તમાં તિલક કરવાથી ભાઈ-બહેનના સંબંધમાં સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્ય આવે છે.ભાઈબીજની પૌરાણિક કથાભાઈબીજની પરંપરાનો મૂળ પૌરાણિક કાળમાં યમદેવ (યમરાજ) અને તેમની બહેન યમુના સાથે જોડાયેલો છે. આથી જ આ પર્વને 'યમ દ્વિતીયા' પણ કહેવામાં આવે છે. કથા અનુસાર, એકવાર બહેન યમુનાએ પોતાના ભાઈ યમરાજને પોતાના ઘરે ભોજન માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું. યમરાજે આમંત્રણ સ્વીકાર્યું અને યમુનાના ઘરે પહોંચ્યા. યમુનાએ અતિશય પ્રેમ અને સ્નેહથી ભાઈનું આતિથ્ય કર્યું.જ્યારે યમરાજ વિદાય લેવા લાગ્યા, ત્યારે તેમણે ખુશ થઈને બહેનને વરદાન માંગવા કહ્યું. ત્યારે યમુનાએ વરદાનને બદલે ભાઈને એક નારિયેળ ભેટમાં આપ્યું. યમરાજે નારિયેળ આપવાનું કારણ પૂછતાં યમુનાએ કહ્યું કે આ નારિયેળ તેમને હંમેશા તેની યાદ અપાવશે. આ કથાના કારણે જ ભાઈબીજના દિવસે ભાઈને નારિયેળ (શ્રીફળ) ભેટ આપવાની પરંપરા આજે પણ પ્રચલિત છે.તિલક લગાવવાની શાસ્ત્રોક્ત વિધિભાઈબીજ પર તિલક લગાવતી વખતે નીચેની યોગ્ય વિધિનું પાલન કરવું શુભ માનવામાં આવે છે. શુભ મુહૂર્તમાં લોટનો ઉપયોગ કરીને ચોક બનાવવો જોઈએ અને ભાઈએ આ ચોક પર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું. તિલક શરૂ કરતા પહેલા, ભાઈના માથા પર ફૂલ, પાન (નાગરવેલનું પાન), સોપારી અને પૈસા મૂકવા. ત્યારબાદ બહેને ભાઈને વિધિપૂર્વક તિલક કરવું અને તેના હાથ પર પવિત્ર દોરો (રક્ષાસૂત્ર) બાંધવો. અંતમાં, ભાઈને સોપારીનું પાન ખવડાવવું જોઈએ.આ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભાઈબીજની ઉજવણી કરવાથી ભાઈ-બહેનના સંબંધો વધુ મજબૂત બને છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે.