મોરબી : મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર દ્વારા તા. 3-11-2025 થી 9-11-2025 દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન ખાખરાવાળી મેલડી માના મંદિર, જુના આર.ટી.ઓ. સામે, મલરખી ખાતે કરવામાં આવ્યું છે. આ સપ્તાહમાં શ્રી ભાગવત કથાના વક્તા રામનાથદાસજી મહારાજ દ્વારા બપોરે 3 થી 7 કલાક દરમિયાન કથાનું રસપાન કરાવવામાં આવશે. તેમજ સાંજે 7 થી 9 કલાક દરમિયાન મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.