મોરબી : મોરબીમાં જોબનપુત્રા પરિવાર દ્વારા સમસ્ત પિતૃદેવના મોક્ષાર્થે તા. 6 ને બુધવારથી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થવાનો છે. આ સપ્તાહમાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.મોરબી નાગરિક બેંક સામે આવેલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આવેલા શ્રી વૃંદાવન ધામ ખાતે તા. 6 થી 12 ડિસેમ્બર સુધી જોબનપુત્રા પરિવાર દ્વારા સમસ્ત પિતૃદેવના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.6 ના સવારના 9 કલાકે ભવ્ય પોથીયાત્રા નીકળશે તેમજ કથા પ્રારંભ થશે. આ સપ્તાહમાં વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. જેમાં તા. 7ના સાંજના 5 કલાકે શીવ પ્રાગટ્ય, તા. 8ના બપોરના 12:15 કલાકે વામન પ્રાગટ્ય, તા. 9ના બપોરના 12:30 કલાકે રામ અવતાર તેમજ સાંજના 5:30 કલાકે કૃષ્ણ અવતાર, તા. 10ના સાંજના 5:30 કલાકે ગોવર્ધન લીલા, તા. 11 ના સાંજના 5:30 કલાકે કૃષ્ણ- રૂક્ષ્મણી વિવાહ, તા. 12ના સવારે 11 કલાકે સુદામા ચરિત્ર અને સાંજના 7:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.આ જ્ઞાનયજ્ઞના વ્યાસસ્થાને કચ્છના વક્તા પ્રદિપભાઈ ઉમિયાશંકર ત્રિપાઠી (સાહિત્ય રત્ન-ભુષણ -ખેડોઈ વાળા) બિરાજી ભવરોગહરિણ મોક્ષદાયિની હરિ કથામૃતનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. આ સાથે જ તા.13ના સવારે 8 કલાકે દશાંશ યજ્ઞ અને શ્રીમદ્ ભાગવત ગીતા 18-અધ્યાય પઠન પણ યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમનો મોરબીની જનતાને લાભ લેવા જોબનપુત્રા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.