4 નવેમ્બર થી 10 નવેમ્બર સુધી પિતૃઓના કલ્યાણ અર્થે યોજાશે ભાગવત કથામોરબી : મોરબીની ઉમા ટાઉનશિપમાં ચિખલીયા પરિવાર દ્વારા પિતૃઓના કલ્યાણ અર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. છગનભાઈ ચિખલીયા અને સ્વ. શાંતાબેન ચિખલીયા તેમજ સમગ્ર પિતૃઓના આત્માના કલ્યાણ અર્થે આગામી તારીખ 4 નવેમ્બર થી 10 નવેમ્બર સુધી ભવ્ય ભાગવત કથાનું અયોજન કરાયું છે.આ કથામાં વ્યાસપીઠ પર રામધન આશ્રમના પ્રખર વક્તા સંત રત્નેશ્વરીદેવી બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. દરરોજ બપોરે 2 થી સાંજે 6 કલાક દરમિયાન કથાનું રસપાન કરી શકાશે. કથા દરમિયાન સંતો, મહંતો, રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. તો કથાનો લ્હાવો લેવા ભાવેશભાઈ ચિખલીયા, બીપીનભાઈ ચિખલીયા તેમજ ચિખલીયા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું હોવાનું મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.