પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આયોજન કરાયું : રમેશભાઈની કથા 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મોરબીમાં કોરોનાના દિવંગતોના મોક્ષાર્થે રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈની કથા 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી યોજાશે. કોઈ પણ કુદરતી આફતમાં અસરગ્રસ્તો માટે સક્રિય યોગદાન માટે હંમેશા તત્પર, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ, કોરોના-કોવિડના અત્યંત કપરા સમયમાં દવાઓ અને આર્થિક યોગદાન સાથે સમગ્ર વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. મહાવિનાશક કોરોના ઘણા લોકોના સંખ્યાબંધ સગા સંબંધીઓને ભરખી ગયો અને કદાચ એમના અંતિમ સંસ્કાર પણ આપણી પરંપરા કે વિધિ મુજબ કરી શક્યા નથી. જેથી કાંતિભાઈ અમૃતિયાએ સંકલ્પ કર્યો કે કોરોનામાં દિવંગત થયેલા આપણા ભાઈઓ બહેનોના મોક્ષાર્થે-સ્મરણાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવું. અને એ સંકલ્પના અનુસંધાનમાં ગુજરાતનું ગૌરવ, દેવભાષા સંસ્કૃતનું જતન-સંવર્ધન કરી રહ્યા છે એવા પ્રખર ભગવદાચાર્ય પરમ આદરણીય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આગામી 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે.. કોરોના કાળમાં કોઈના પરિવારમાં કે સગા-સ્નેહીઓમાં કોઈ દિવંગત થયું હોય તો એમનો ફોટો તા. 25.08.2022 સુધીમાં કાંતિભાઈનું કાર્યાલય, ઉમા ટાઉનશીપ, મોરબી-2 મુકામે પહોંચતો કરવા વિનંતી. કરાઈ છે. તેમજ વધુ વિગત માટે 9979613433, 9825692844 નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.