સામાજિક કાર્યકરો દ્વારા આયોજિત ભાગવત કથામાં લોકો દિવગંતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાશેમોરબી : મોરબીની ગોઝારી ઝૂલતાપૂલની દુર્ઘટનાની આગામી 30 ઓક્ટોબરે પ્રથમ વરસી છે. આ દુર્ઘટનાના 135 લોકો મૃત્યુ પામ્યા હતા. ઝૂલતાપૂલની ગોઝારી દુર્ઘટનાના અસરગ્રસ્તોના આઘાતની કળ વળી નથી. ત્યારે આ ઝૂલતાપુલની દુર્ઘટનાના દિવંગતોના મોક્ષાર્થે થોડા સમય પહેલા મોરારીબાપુની રામકથા યોજાયા બાદ હવે સામાજિક કાર્યકરો દ્વારા કાલે મંગળવારથી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે આ ઝૂલતાપુલની દુર્ઘટનાના 135 દીવગત આત્માઓની શાંતિ માટે મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અજયભાઈ વાઘાણી દ્વારા ઝૂલતાપૂલની દુર્ઘટનાના સ્થળે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલથી આ ભાગવત કથાનો પ્રારંભ થશે. તા.24ના રોજ સામાંકાંઠે આવેલ અગનેશ્વર મહાદેવ મંદિરથી ઝૂલતાપૂલની દુર્ઘટનાના કથા સ્થળ સુધી ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવશે. આ ઝૂલતાપૂલની દુર્ઘટનાના 135 મૃતકોના પરિવારોના હસ્તે ભાગવત કથામાં આરતી કરાવવામાં આવશે અને 30 તારીખે યોજાનાર યજ્ઞમાં 135 મૃતકોના પરિવારોને બેસાડવામાં આવશે. રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેન અને રતનબેન ભાગવત કથાનું રસપાન કરાવશે. આ કથામાં મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી, ઋષિ ભારતી બાપુ, દામજી ભગત સહિતના સંતો ઉપસ્થિત રહેશે.