હળવદ : હળવદ તાલુકાના જૂના દેવળીયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ પ્રસંગે ગંગાબેન ત્રિભોવનભાઈ અઘારાના શુભ સંકલ્પથી શ્રીજી મહારાજની પ્રસન્નતા તેમજ સંતોના આશીર્વાદથી ભાગવત કથા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 62 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં અશોકભાઈ અઘારા, હિતેશભાઈ અઘારા અને અઘારા પરિવારે જહેમત ઉઠાવી હતી. ગંગાબેને પોતાના જીવન દરમિયાન પોતાના પુરુષાર્થથી જે રકમ એકત્રીત કરેલ હતી તેમાંથી તેમણે ભાગવત કથાનું આયોજન કર્યું છે. ગંગાબેન બહેનો માટે પ્રેરણા રૂપ બન્યા છે. સમગ્ર ગામના હરિભક્તો માટે સાત દિવસ સુધી મહાપ્રસાદનું આયોજન કરાયું છે. કથાના અને બ્લડ કેમ્પના આયોજકો અને રક્તદાતાઓનો સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આભાર માન્યો હતો અને અભિનંદન આપ્યા હતા.