પેસેન્જર પીકઅપ પોઇન્ટને કારણે ઉભેલા અસંખ્ય લોકોમાં નાસભાગમોરબી : મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ માઝા મૂકી રહ્યો છે ત્યારે આજે સવારના સમયે મહારાણા પ્રતાપ સર્કલ નજીક બે આખલા યુદ્ધે ચડતા નાસભાગના માહોલ વચ્ચે લોકોના શ્વાસ અઘ્ધર ચડી ગયા હતા.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક આજે સવારના વાહનો અને લોકોની વ્યાપક અવર જવર વચ્ચે ને આખલા યુદ્ધે ચડતા અહીં એસટી પિકઅપ પોઇન્ટ ઉપર વાહનની રાહ જોઈ ઉભેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ સંજોગોમાં મોરબીમાં છાશવારે જોવા મળતા આખલા યુદ્ધ રોકવા તંત્ર પગલાં ભરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.