મોરબી : મોરબીમાં આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગ રૂપે ઉમા ટાઉનશિપમાં આવેલ બાલાજી હોમ્સ બ્રિજેશભાઈ હોથીના શુભ લગ્ન પ્રસંગે નિમિત્તે 35 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.બાલાજી હોમ્સ યુવાનો દ્વારા જણાવાયું હતું કે, કોરોના મહામારીમાં ઓક્સિજનનું મૂલ્ય શું છે..! તે આપણે બહું જાણીએ છીએ તેથી પર્યાવરણનું જતન કરીને વધુમાં વધુ વૃક્ષ વાવવા જોઈએ તેમજ આવનાર પેઢીને વૃક્ષોથી શુદ્ધ હવાનો લાભ મળે જે હેતુથી આ વૃક્ષોરોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓ દ્વારા 35 જેટલા વૃક્ષોનું રોપણ કરીને તેનું કાળજી પુર્વક જતન કરવાનો સંકલ્પ લીધો હતો.